મૃતક પરિણીતાના માતાએ જમાઈ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીવાંકાનેર : વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે રહેતી પરિણીતાને તેમના સાસુને અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની જાણ થતા આ બાબતે પતિને જાણ કર્યા બાદ પતિ અને સાસુ દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવતા પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ગંભીર બનાવમાં મૃતકના માતાએ જમાઈ અને સાસુ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે સાસરું ધરાવતા શીતલબેન હરેશભાઇ સોરાણીએ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા બનાવ અંગે શીતલબેનના માતા પ્રભાબેન રઘુભાઈ સાદરિયા રહે.માર્કેટિંગ યાર્ડ પાસે રાજકોટ વાળાએ પોતાની દીકરીને સાસુ અને જમાઈએ શારીરિક માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરવા અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.વધુમા પ્રભાબેન સારદીયા પોલીસ સમક્ષ ચોંકાવનારી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મૃતક શીતલબેનના સાસુને અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં શીતલબેને પોતાના આરોપી પતિ હરેશ ગોવિંદભાઇ સોરાણીને આ બાબતે કહ્યું હતું જેથી સાસુ લીલાબેન ગોવિંદભાઇ સોરાણી અને પતિ હરેશ શિતલને માનસિક ત્રાસ આપતા હતા. આ બનાવમાં મૃતક શીતલબેન પતિ - સાસુના ત્રાસથી પોતાના માવતરે આવી ગયા હતા.જો કે મૃતકના કાકાજી સસરા સહિતનાઓએ સમાધાન કરાવી શીતલબેનને પરત સાસરે તેડી ગયા બાદ ફરી અમાનુષી ત્રાસ ગુજારવામાં આવતા શીતલબેને ગળાફાંસો ખાઈ લેતા અંતે આ મામલે શીતલબેનના માતાએ જમાઈ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.