વાંકાનેર : વાંકાનેરના સેવાભાવી લોકો દ્વારા લોકોના સારા સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વાધારવામાં મદદરુપ થવાના હેતુથી આયુર્વેદીક ઉકાળાનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ વિતરણ આવતીકાલ તા. 6 (મંઞળવાર)થી તા. 15 (ઞુરુવાર) સુધી સવારે 8 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન કરાશે. વિતરણ માટેનું સ્થળ ગાયત્રી મંદિર માર્કેટ ચોકમાં અમ્રૃતા હોટલ ખાતે રહેશે. આ સેવાનો લાભ લેવા વાંકાનેરવાસીઓને અપીલ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે ઉકાળો લેવા આવતા લોકોએ તેમનું પાત્ર કે બોટલ સાથે લાવવાની રહેશે. કોઈ વડીલ કે જેઓ બહાર નીકળી શકતા ન હોય તેવા વડીલોને શક્ય હશે તો ઞ્રુપ તરફથી ઘરે ઉકાળો પહોંચાડવાની વ્યવસ્થાનો પ્રયાસ આયોજકો દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં. ૯૮૭૯૦ ૬૪૮૧૪, ૯૮૭૯૦ ૧૯૪૮૮ સંપર્ક કરવાનો રહેશે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate