દારૂ વેચવા માટે આપનાર સહિત બે શખ્સોના નામ ખુલ્યા વાંકાનેર : વાંકાનેર પોલીસે ગઈકાલે બાતમીના આધારે બાઈક ઉપર દેશીદારૂની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી લીધો હતો.જો કે દારૂ વેચવા માટે આપનાર સહિત બે શખ્સોના નામ ખુલતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે હસનપર ગામની સીમમા આવેલ સ્મશાન પાસે રોડ ઉપર પોતાના હવાલાવાળા બાઈક નં. જીજે-૦૩-ઇકે-૫૬૨૪ કિ.રૂ.૧૫,૦૦૦ વાળામાં દેશી દારૂ લીટર-૩૪ કી.રૂ.૬૮૦ નો વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરતા આરોપી શંકરભાઇ આશારામભાઇ નાઇક (ઉ.વ.૨૨ રહે.હાલ હસનપર તા.વાંકાનેર) ને ઝડપી.લીધો હતો. પોલીસની પૂછપરછમાં આ આરોપીને માલાભાઇ ભરવાડ નામનો શખ્સ મજુરી પેટે રૂ.૪૦૦ ચુકવી દારૂના જથ્થાનુ વેચાણ કરાવતો હોવાનું તેમજ પીન્ટુભાઇ માવજીભાઇ રાઠોડએ દારૂ વેચાણ અર્થે પુરો પાડ્યો હોવાનું ખુલતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..