માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના વિરવિદરકા ગામમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ગત તા. 23ના રોજ સવારના દશેક વાગ્યે વિરવિદરકા ગામે રહેતા 21 વર્ષીય ફારૂકભાઇ ઉમરભાઇ કટીયાને કોઇ છોકરી સાથે એક તરફી પ્રેમ હતો. જે બાબતનું મનમાં લાગી આવતા જાતે ઝેરી દવા પી લીધી હતી. આથી, તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત થયું હતું. આ બનાવ અંગે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.