માળીયા : માળીયા તાલુકાના વવાણીયા ગામે રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ લેતા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના વવાણીયા ગામે રહેતા અને એક વર્ષ પહેલાં જ લગ્નગ્રંથિથી જોડાયેલા રજીયાબેન અશગરઅલ્લી છેર (ઉ.વ.૨૧) નામના મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધ્યો છે અને હાલ માળીયા પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.એમ.મકવાણા તપાસ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..