અગાઉ પતંગ દોરા બાબતે બાળકો ઝઘડતા પાડોશીએ માફી માંગી છતાં માર માર્યાની ફરિયાદવાંકાનેર : વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા પાડોશીના બે બાળકો વચ્ચે પતંગ અને દોરા બાબતે ઝઘડો થયા બાદ પાડોશીએ માફી માંગી લેવા છતાં મહિલા અને તેની પુત્રીએ પાડોશી મહિલા અને તેની દીકરીની આંખમાં મરચું છાંટી ધોકા વડે માર મારી હાથ ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા રાજેશ્વરીબેન દીપકભાઈ પીપળીયા નામના મહિલાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પાડોશમાં રહેતા જોશનાબેન અશોકભાઈ રાઠોડ અને તેની પુત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, થોડા સમય પૂર્વે તેમના સગીર પુત્રને જોશનાબેનના પુત્ર સાથે પતંગ- દોરા બાબતે ઝઘડો થતા રાજેશ્વરીબેન અને તેમના પતિએ જોશનાબેનના પતિ પાસે માફી માંગી લીધી હતી. આમ છતાં ગઈ તા.18ના રોજ તેઓ તેમની પુત્રી સાથે શાક લઈ ઘેર પરત આવતા હતા ત્યારે જોશનાબેન અને તેમની પુત્રીએ આંખમાં મરચાની ભુક્કી છાંટી લાકડાના ધોકા વડે માર મારી હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું.બનાવ અંગે રાજેશ્વરીબેનની ફરિયાદને આધારે સીટી પોલીસે બન્ને માતાપુત્રી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news