મોરબી : મોરબી શહેરના સિરામિક સીટી પાસે આવેલ ઉમિયાનગરમાં ભાડાના મકાનમાં રહેતા યુવક સાથે ઝઘડો કરી રહેલી મહિલાને સમજાવવા ઝઘડામાં વચ્ચે પડેલા મકાન માલિક મહિલા સાથે ઝઘડો કરી આરોપી મહિલાએ જાતિ પ્રત્યે હડધૂત કરી માર મારતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં સિરામિક સીટી પાસે આવેલ ઉમિયાનગરમાં રહેતા અમરતબેન રામજીભાઈ વાઘેલા ઉ.59 નામના મહિલાએ આરોપી ગીતાબેન રાજપૂત રહે.ગ્રીન ચોક વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે બપોરના સમયે આરોપી ગીતાબેન ફરિયાદી અમરતબેનના મકાનમાં ભાડે રહેતા જીજ્ઞેશભાઈ સાથે ઝઘડો કરતા હોય અને જીજ્ઞેશભાઈ તેમજ તેમના પત્ની દિપાબેનને માર મારતા તેઓ વચ્ચે છોડાવવા જતા આરોપી ગીતાબેન રાજપુતે જાતિ પ્રત્યે અપમાનિત કરી ધક્કો મારી પછાડી દીધા હતા.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.