રવાપર ભેખડની વાડી નજીક તેમજ હાઉસિંગ બોર્ડ કવાટર્સમાં પોલીસની કાર્યવાહી મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે વિદેશી દારૂ અંગેના બે અલગ અલગ દરોડામાં બુટલેગર બેલડીને ઝડપી લઈ કુલ 59 બોટલ વિદેશી દારૂ ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઈ કરોતરાને મળેલી બાતમીને આધારે રવાપર નજીક ભેખડની વાડી વિસ્તારમાં દરોડો પાડી પોલીસ ટીમે આરોપી આંનદ સુરેશભાઈ અઘારાને બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીની 10 બોટલ, બેલેન્ટાઇન્સ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની 19 બોટલ મળી કુલ રૂપિયા 39755ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ પૂછતાછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો કમલેશ રમેશભાઈ સોનાગ્રા રહે. હાઉસીંગ બોર્ડ, શનાળા રોડ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી બીજી તરફ સીટી એ ડિવિઝન પોલીસે બીજા દરોડામાં આરોપી કમલેશ રમેશભાઈ સોનાગ્રાના હાઉસિંગ બોર્ડ કવાટર્સના રહેણાંક મકાનમાં દરોડો પાડતા બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીની 18 બોટલ, જ્હોની વોકર બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની 12 બોટલ સહિત કુલ રૂપિયા 34,380ની કિંમતની 30 બોટલ કબ્જે કરી આરોપી કમલેશ સોનાગ્રા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીનો કોવિડ ટેસ્ટ કરવવા તજવીજ શરૂ કરી છે.