હળવદ : મોરની એસઓજીએ હળવદના ટિકર ગામે અલગ અલગ જગ્યાએથી જામગરી બંદૂક સાથે બે શખ્સોને પકડી પાડ્યા હતા. જેમાં કાંધી તરફ જવાના રસ્તેથી ગોરધનભાઇ મોહનભાઈ રાણેવાડીયા અને મિયાણી ગામ જવાના રસ્તેથી શોકતઅલી ઉર્ફે ટકી તાજમહમદ જેડા બન્નેને જામગરી બંદૂક સાથે પકડી પાડી ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.