આજે કવિ રમેશ પારેખની પુણ્યતિથિ : જાણો, તેમના સર્જન અને પારિતોષિકો વિષે અને માણો, તેમની પંક્તિઓનો રસાસ્વાદમોરબી : આજે તા. ૧૭ મેના રોજ પ્રખ્યાત કવિ રમેશ પારેખની પુણ્યતિથિ છે. રમેશ મોહનલાલ પારેખ, ગુજરાતી ભાષાના કવિ અને ગીતકાર હતા. તેઓ આધુનિક ગુજરાતી કવિતાના સૌથી વધુ લોકપ્રિય કવિ હતા. છ અક્ષરનું નામ રમેશ પારેખ, તેઓ ર.પા. તરીકે ઓળખાતા હતા. વ્યવસાયે સરકારી કર્મચારી હોવા છતાં તેમને સાહિત્ય અને સંગીતમાં ઊંડો રસ હતો. ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે વાર્તાઓ અને ગુજરાતી બાળ સાહિત્યનું પણ સર્જન કર્યું હતું. ૧૯૭૨માં તેમના લગ્ન રસિલાબેન સાથે થયા હતા. તેમની પુત્રી નેહાનો જન્મ ૧૯૭૪માં અને પુત્ર નિરજનો જન્મ ૧૯૭૫માં થયો હતો. ૧૭ મે, ૨૦૦૬ના રોજ રાજકોટ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.રમેશ પારેખનું સર્જનરમેશ પારેખ તેમના ગીતો માટે જાણીતા છે પણ તેમણે અછાંદસ કવિતાઓ અને ગઝલોમાં પણ મોટું યોગદાન આપ્યું છે. સોનલ અને મીરાંબાઇને સંબોધીને લખાયેલ તેમની કવિતાઓ અને ગીતો સોનલ સૌથી વધુ જાણીતા છે. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ક્યાં (૧૯૭૦) ની પ્રશંસા થઇ હતી. ખડિંગ (૧૯૭૯) તેમનો બીજો કાવ્ય સંગ્રહ છે જેણે અનેક પુરસ્કારો મળ્યા હતા.તેમના અન્ય કાવ્ય સંગ્રહો; ત્વ (૧૯૮૦), સનનન (૧૯૮૧), ખમ્મા, આલા બાપુને! (૧૯૮૫), મીરાં સામે પાર (૧૯૮૬) અને વિતાન સુદ બીજ (૧૯૮૯) છે. તેમની બધી કવિતાઓ છ અક્ષરનું નામ સંગ્રહમાં ૧૯૯૧માં પ્રગટ થઇ હતી. આ સંગ્રહ અત્યંત લોકપ્રિય બન્યો હતો અને પાંચ વર્ષમાં તેની ચાર આવૃત્તિઓ પ્રગટ થઇ હતી. લે, તિમિર! સૂર્ય (૧૯૯૫), છાતીમાં બારસાખ (૧૯૯૮), ચશ્માંના કાચ પર (૧૯૯૯) અને સ્વગતપર્વ (૨૦૦૨) સંગ્રહો ત્યાર પછી પ્રગટ થયા હતા. કાલ સાચવે પગલા (૨૦૦૯) તેમના મિત્ર નિતિન વડગામા વડે સંપાદિત અને પ્રકાશિત મરણોત્તર કાવ્ય સંગ્રહ છે.તેમણે ત્રિ-અંકી નાટકો પણ લખ્યા છે, જેમાં સગપણ એક ઉખાણું (૧૯૯૨), સૂરજને પડછાયો હોય (૨૦૦૨) અને રમૂજી નાટક તરખાટનો સમાવેશ થાય છે. તેમના નિબંધ સંગ્રહો હોંકારો આપો તો કહું (૧૯૯૪), ચાલો એકબીજાને ગમીએ (૨૦૦૧), સર્જકના શબ્દને સલામ (૨૦૦૨) છે. તેમણે ગિરા નદીને તીર (૧૯૮૯) કાવ્ય સંગ્રહ અને આ પડખું ફર્યો લે! (૧૯૮૯) ગઝલ સંગ્રહનું સંપાદન કર્યું હતું. સ્તનપૂર્વક (૧૯૮૩) તેમનો વાર્તા સંગ્રહ છે.બાળ સાહિત્યમાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમના બાળ કવિતા સંગ્રહો હાઉક (૧૯૭૯), ચીં (૧૯૮૦), દરિયો ઝુલ્લમ ઝુલ્લા, હસીએ ખુલ્લમ ખુલ્લા (૧૯૮૮, સચિત્ર), ચપટી વગાડતા આવડી ગઇ (૧૯૯૭) છે. તેમના બાળ વાર્તા સંગ્રહો હફરફ લફરફ (૧૯૮૬), દે તાલ્લી (૧૯૭૯), ગોર અને ચોર (૧૯૮૦), કુવામા પાણીનું ઝાડ (૧૯૮૬) અને જંતર મંતર છુ (૧૯૯૦) છે. તેમની બાળ નવલકથાઓ જાદુઇ દીવો અને અજબ ગજબનો ખજાનો છે.રમેશ પારેખને મળેલા પારિતોષિકો૧૯૭૦માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક, ૧૯૮૩માં ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક, ૧૯૮૬માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૯માં કલા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ખડિંગ પુસ્તક માટે તેમને ૧૯૭૮માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૭૮-૭૯નો ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. મીરા સામે પાર માટે તેમને ગિજુભાઇ બધેકા સુવર્ણ ચંદ્રક (૧૯૮૮) અને શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક, રાજ્ય ક્ક્ષાનો ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૯) મળ્યો હતો. તેમના કાવ્ય સંગ્રહ વિતાન સુદ બીજ માટે ૧૯૯૪માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.તેમના સમગ્ર સર્જન માટે તેમને ૧૯૮૮માં સંસ્કાર પુરસ્કાર અને અમરેલી જિલ્લા પંચાયત કચેરી તરફથી કલાગૌરવ સુવર્ણ ચંદ્રક (૧૯૮૯) મળ્યો હતો. ૨૦૦૪માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર એનાયત થયો હતો. ૧૯૮૨-૮૩માં નસીબની બલિહારી ચલચિત્ર અને ૧૯૯૩-૯૪માં માનવીની ભવાઇ ચલચિત્ર માટે તેમને શ્રેષ્ઠ ગીત રચનાકારનો પુરસ્કાર ગુજરાત સ્ટેટ ફિલ્મ એવોર્ડમાં મળ્યો હતો.રમેશ પારેખની રચનાઓ1.ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ, મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાંપાછલી તે રેણની નીંદરની કામળી, આઘી હળસેલતીક જાગુંદયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની, ઘુમ્મરીમાં બૂડતી લાગું2.તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડુંમારે ફળિયે ચકલી બેસે તે – મારું રજવાડું3.વળે પાછાં જે વહી ચૂક્યાં છે એ જળ, સમેટાય રણ ને બને મારી પળતમે આવી ઊભા રહો રૂબરૂ, તો દર્પણમાં ઊગી નીકળતાં કમળ4.ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ, એક અમે પોતે ને બીજો તારો વટ!નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ, નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ.5.એક અનુભવ તને કહું, લે, સાંભળ સોનલ….એક વખત આ હું ને મારી આંખ ગયાં’તાં દરિયે,ત્યારે કોઈ પગલું પાડી ગયું હતું ઓસરીએ.6.આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તેતૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?7.વાત છે ને વાત માટે એક પણ મુદ્દો નથીએક માણસ છે, અરીસા છે ને બે આંખો નથી8.એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે,તો એ અંધારાના સઘળા અહંકારને દળે.9.આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીંએક ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીંસજા કબૂલ મને આ નગર કબૂલ નથીહવે આ કેદ આ ખુલ્લી કબર કબૂલ નથી.10.દ્વાર ખખડે અને કોઈ ટપાલી હોઈ શકેન કોઈ હોય, ગલી સાવ ખાલી હોઈ શકેસમયના હાથને કઈ રીતે ઠેલશો પાછો?એ માગે ચીજ તે તમને ય વ્હાલી હોઈ શકે11.આતંક આતંક ઘરમાં ગલીમાં ને આખા નગરમાંવળી આંખની સાથે આંખોમાં આંખોની ગાંઠો રે ગાંઠો12.એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં(ભયનો માર્યો હું તો મારા ક્યાંના સાડત્રીશમા પાને વળગી પડ્યો)હલક્યાં કૂણાંછમ કૂંડાળાં કલગીવાળાં ફર્રર્રર્રર્રહું ખમ્મા, જાઉં ઠેલાતો, જાઉં ફેલાતો ક્યાંક મારામાં13.એક ધીખતી બપોર લઈકોઈ એક કાગડાનું રણ માથે થાવું પસારઉપરોક્ત કાગડાના તરસ્યા મસ્તકમાંથીસઘળા વિચાર ખરી ચૂક્યા છેકૂંજાની, પાણીની, કાંકરાની, કાગડાનીવારતા ને સાર ખરી ચૂક્યાં છે14.આ તરફ કરફ્યૂતો પેલી તરફ લોહીને ફ્યૂઝ કરી ઉડાડી દેવાનું કાવતરુંકેટલાક પ્રસંગોનું જીવતા હાથબૉમ્બ સહિત ખુલ્લેઆમ ફરવુંદ્રશ્યોમાં ઠેરઠેર આગનું ભડકે બળવુંઅને કવિ શ્રી ખાલીદાસનું તાકી રહેવું15.આ જનમટીપની જો તું ન એક ચાવી હોતતો હયાતી મેં પછી કઈ રીતે ઉઘાડી હોત?16.મારી...