મોરબી : શહેર પેટાવિભાગ-2 અંતર્ગત આવતા વિસ્તારોમાં તારીખ 24 એપ્રિલ બુધવારના સવારે 6:30 વાગ્યા થી બપોરે 12 વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. પીજીવીસીએલ દ્રારા 66 કે.વી. અમરેલી એસ.એસ.નું સમારકામ હોવાથી મોરબી શહેર પેટા વિભાગ 2 હેઠળ આવતા ફીડરમાં વિજપુરવઠો બંધ રહેશે.શહેરનાં વાવડી રોડ ફીડર અંતર્ગત રાધા પાર્ક, કારીયા સોસા,સોમૈયા સોસા, અશોકપાર્ક, ક્રિષ્ના પાર્ક, ગાયત્રી નગર, કુબેર નગર ૧-૩, માધાપર તથા આસપાસ ના વિસ્તારો તેમજ ચિત્રકૂટ ફીડર અંતર્ગત નવલખી રોડ, નવી-જૂની રેલવે કોલોની, જુના મહાજન ચોક, નવાડેલા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, ઘાંચી શેરી, સ્ટેશન રોડ વગેરે હેઠળ આવતા આસપાસના વિસ્તારો, શ્રધ્ધા ફીડર અંતર્ગત નિધિ પાર્ક, રણછોડ નગર, યમુના નગર, લાયન્સ નગર, વી.સી. પરા, અમરેલી રોડ, શાંતિવન સોસાયટી, મદીના સોસાયટી, વિજય નગર વગેરે હેઠળ આવતા આસપાસના વિસ્તારોમાં કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.