પેપર અને પોલીપેક ઉદ્યોગ પણ મુશ્કેલીમાં : બજેટમાં સરકાર 18 ટકા જીએસટીના નીચેના સ્લેબમાં સમાવેશ કરે તેવી અપેક્ષામોરબી : દેશના આઝાદી કાળથી મોરબીમાં ઘડિયાળ ઉદ્યોગ ધમધમી રહ્યો છે. સૌથી વધુ મહિલાઓને આર્થિક રીતે પગભર કરનાર ઘડિયાળ ઉદ્યોગનો એક તબક્કે સુવર્ણ સમય હતો અને દેશ તો ઠીક વિદેશોમાં પણ મોરબીની ઘડિયાળો નિકાસ થતી, પણ હવે નવી નવી ટેકનોલોજી આવતા આ ઉદ્યોગના વળતા પાણી થયા છે. તેમાંય છેલ્લા 30 વર્ષમાં પહેલીવાર ગયા વર્ષ એટલે 2023માં ભયકર મંદીને કારણે ઘડિયાળ ઉદ્યોગનો ખુબ જ ખરાબ સમય રહ્યો હતો.કલોક ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી શશાંકભાઈ દંગીએ જણાવ્યું હતું કે, ગયું વર્ષ સમગ્ર ઘડિયાળ ઉદ્યોગ માટે ભારે સંઘર્ષમય રહ્યું હતું. દર વર્ષેના સરેરાશ ટર્ન ઓવરમાં 50 ટકાનું ગાબડું પડ્યું હતું. સામાન્ય રીતે એક કે બે મહિના સુધી મંદીનો ટાઈમ રહેતો હોય પણ આ વખતે તો ડિમાન્ડ જ ન નીકળતા ઘડિયાળ ઉદ્યોગને સતત આઠ મહિના સુધી ભયકર મંદીનો સામનો કરવો પડ્યો હતો. આથી આ નવા વર્ષમાં 15 થી 17 હજાર મહિલાઓને રોજગારી આપતા ઘડિયાળ ઉદ્યોગને ગયા વર્ષની ખાધ રીકવર થાય અને નવી ખાધ નો પડે. આટલી બધી મહિલાઓને રોજગારી આપતા આ ઘડિયાળ ઉદ્યોગને સરકાર બજેટમાં રાહતલક્ષી પેકેજ અને ખાસ કરીને 18 ટકા જીએસટીને બદલે એનાથી નીચેના સ્લેબમાં સમાવેશ કરે તેવી આશા છે.વધારે પ્રોડક્શન અને એક્સપોર્ટ ઓછું થવાથી પોલીપેક ઉધોગને મોટો માર પડ્યોમોરબી પોલીપેક ઉધોગ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ પનારાએ જણાવ્યું હતું કે, વીતેલા વર્ષમાં વૈશ્વિક મંદી હોય આ મંદીની પોલીપેક ઉદ્યોગને પણ ભારે અસર થઈ હતી. જેમાં પ્લાસ્ટિકની વસ્તુઓનું ઉત્પાદન કરતા 150 જેટલા પોલીપેક કારખાનાને વધારે પ્રોડક્શન અને એક્સપોર્ટ ઓછું થવાથી મોટો માર પડ્યો હતો. જેમાં દર વર્ષે થતું સરેરાશ એક્સપોર્ટમાં આ વખતે 30 ટકા કાપ મુકાયો હતો. સુગર મિલ, ઘઉં, ચોખા સાહિતમાં પેકિંગ મટીરીયલ જતું હોય પણ મંદીને કારણે એમાં કાપ મુકાતા તેની સામે પ્રોડક્શન વધ્યું હતું. ત્યારે નવા વર્ષમાં વૈશ્વિક મંદી દૂર થાય અને એક્સપર્ટ વધે તેમજ સરકાર બજેટમાં રાહતલક્ષી પેકેજ ફળવે તેવી અપેક્ષા છે.એક્સપોર્ટ બંધ અને પેપરની ડિમાન્ડ જ ન હોવાથી 12 પેપરમિલો બંધ થયામોરબી પેપરમિલ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, પેપરમિલો માટે ગયું વર્ષ સૌથી વધુ ખરાબ રહ્યું હતું.ક્રાફટ અને ડુપ્લેક્ષ પેપરનું ઉત્પાદન કરતા મોરબી જિલ્લાના કુલ 64 પેપરમિલોમાંથી ગયા વર્ષે મંદીને કારણે 12 જેવા યુનિટો બંધ થઈ ગયા હતા. વૈશ્વિક ડિમાન્ડ જ ન હોય ઉપરથી ચાઈનામાં દોઢ વર્ષથી પેપરનું એક્સપોર્ટ બંધ થઈ ગયું હતું.જ્યારે ગલ્ફ કન્ટ્રી અને ઇજિપ્તમાં પેપર મિલો શરૂ થતાં ત્યાં પણ એક્સપોર્ટ બંધ થઈ જતા અને ડોમેસ્ટિક માર્કેટમાં પણ ઓછી ડિમાન્ડ હોવાથી ગયું વર્ષ પેપર ઇન્ડસ્ટ્રીઝ માટે સૌથી વધુ ખરાબ રહ્યું છે. એટલે નવા વર્ષમાં અને બજેટમાં સરકાર એક્સપોર્ટ માટે પ્રોહત્સાહક નીતિ અપનાવે અને મંદી દૂર થાય તો જ પેપર ઇન્ડસ્ટ્રીઝ માટે ઉજળા સંજોગો નિર્માણ થશે.