ટંકારા : ટંકારા પંથકમાં અતિભારે વરસાદના કારણે મચ્છરજન્ય રોગોની દહેશત ઉભી થયેલી જણાય છે. ટંકારા પંથકમાં દિન-પ્રતિદિન ડેન્ગ્યુ તાવના કેસો વધતા જાય છે. હાલ સમગ્ર જિલ્લામાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. તેથી, ડેન્ગ્યુને નાથવા માટે તંત્ર દ્વારા વિવિધ કામગીરી હાથ ધરાઈ છે. ટંકારાના લજાઈ ગામમાં પ્રાઈમરી હેલ્થ સેન્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યું તાવને નાથવા આરોગ્ય કર્મચારીઓની ફોગીંગ કામગીરી કરાઈ હતી. આ ઉપરાંત, ટંકારાના હડમતિયામાં ડેંન્ગ્યુ તાવના બે કેસ પોઝેટીવ જણાતા હડમતિયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના કર્મચારીઓ જુદા-જુદા વિસ્તારોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.