મોરબી : મોરબીના વાંકડા ગામે હડકાયા કૂતરાનો આંતક મચાવ્યો હતો. આ હડકાયું કૂતરું ગામના 4 વ્યક્તિને કરડયું હતું.બાદમાં ચારેય વ્યક્તિઓને સારવાર અર્થે મોરબીની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના આદરણા ગામ તરફથી એક હડકાયું કૂતરું વાંકડા ગામેં ધસી આવ્યું હતું જોકે આ હડકાયું કૂતરું રસ્તામાં ખેવારિયા ગામ પાસે પસાર થતા એક રાહદારીને કરડ્યા બાદ વાંકડા ગામે આવીને લોકો પર હુમલો કરીને આડેધડ બચકા ભરતા ગ્રામજનો ફફળાટ મચી ગયો હતો, વાંકડા ગામે હડકાયું કૂતરાએ ચાર લોકો કરડયું હોવાનું જાણવા મળે છે.જેમાં વાંકડા ગામે રહેતા મફતભાઈ, બાબુભાઇ ઘોડાસરા,એક યુવક તથા એક યુવતીને કરડતા આ ચારેયને મોરબીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને તેમને સારવાર આપીને રજા આપી દેવાય હોવાનું જાણવા મળ્યું છે.