વાંકાનેર : વાંકાનેરના જોધપર ગામમાં ખેતરમાં લોડર હાંકવાના મામલે મારામારીનો બનાવ બન્યો હતો. ગઈકાલે તા. 9 ફેબ્રુઆરીના રોજ જોધપર ગામની સીમમાં ફરિયાદી જાબીરભાઇ મહમદહનીફભાઇ શેરસીયા (ઉ.વ. ૨૪, ધંધો પ્રા. નોકરી, રહે. જોધપર, તા. વાંકાનેર)ની વાડીમાં આરોપીઓ ગીરીરાજસિંહ (રહે. ગારીયા, જી. મોરબી) તથા ત્રણ અજાણ્યા માણસોને લોડરએ પોતાની વાડીમાં લોડર નહી હાંકવાનુ કહેતા આરોપીઓને નહિ ગમતા આરોપીઓએ મારામારી કરી જાબીરભાઇને માથાના ભાથે લાકડાનુ બડીકુ મારી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.