મહિલાને તેના પાડોશી પરિવારના ચાર સભ્યોએ માર માર્યાની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના જાંબુડીયા ગામે સામાન્ય બાબતમાં પાડોશીઓ બાખડયા હોવાનો બનાવ પોલીસ મથકે પહોંચ્યો છે.જેમાં મહિલાને તેના પાડોશી પરિવારના ચાર સભ્યોએ માર માર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના જાંબુડીયા ગામે આવેલ ધર્મસીધ્ધી સોસાયટીમાં રહેતા રંજનબેન સુરેશભાઇ સાગઠીયા (ઉ.વ.૪૦) એ તેમની પડોશમાં રહેતા હસુભાઈ ભગુભાઈ પારઘી, ભરતભાઈનો દીકરો, ભાનુબેન, રેખાબેન સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા ૨૪ ના રોજ જાંબુડીયા ગામે ફરીયાદીના પાડોશમા રહેતા જેરામભાઈ તથા નીકીતાબેનને પાણી બાબતે બોલાચાલી થતી હોઈ અને ફરીયાદીની દીકરી બાહર આવતા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તાલુકા પોલીસે મહિલાની ફરિયાદ પરથી ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.