ત્રણ પાડોશી સભ્યોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના બરવાળા ગામેં ઉકરડા પરની કાંટાળી વાડ દૂર કરવા મામલે વૃદ્ધાને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વૃદ્ધાએ ત્રણ પાડોશી સભ્યો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના બરવાળા ગામે આવેલ હરસિધ્ધિ માતાના મદિરનાં વાડામાં રહેતા સોમીબેન ઉકાભાઈ પરમાર (ઉ.વ-70) એ આરોપીઓ બાબુભાઈ કરશનભાઈ ડાભી, નભુબેન બાબુભાઈ ડાભી, કન્તુબેન બાબુભાઈ ડાભી (રહે. ત્રણેય બરવાળા ગામ, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૩નાં રોજ ફરીયાદીને તેની બાજુમાં રહેતા આરોપીઓએ ઉકેરડા ઉપર પડેલ કાંટાળી વાડ લઈ લેવા બાબતે બોલાચાલી કરી આરોપીઓ એ બાવળનું લાકડું ફરિયાદીને ગળા પાછળ મારી લેતા બાદ એક આરોપી પાછળથી આવી બોલાચાલી કરી ગાળો આપી ફરી. સાથે બોલાચાલી ગાળા ગાળી કરી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.