મોરબી : મોરબીમાં પરિણીતાએ કોઈ કારણોસર ફીનાઇલની ગોળીઓ પી જતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી કાલીકા પ્લોટ બાવા એહમદશાની મસ્જિદ પાસે માવતરના ઘરે રહેતી મહેકબેન રહીશ રફીયત ઉ.વ.20 નામની પરિણીતાએ ગઈકાલે મોરબી ડાયમંડ બ્યુટી પાલૅરની સામે ફીનાઇલની ગોળીઓ પી જતા તેણીને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે .