મોરબી : મોરબી પોલીસ આયોજિત સમર કેમ્પમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન આપવાની સાથે સ્પર્ધાત્મક પરીક્ક્ષાઓની તૈયારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે પોલીસ દ્વારા આયોજિત સમર કેમ્પમાં ગોકુળનગર પ્રાથમિક શાળાના આચાર્ય વિનોદભાઈ ગોધાણી દ્વારા તમામ વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિઓને લગતી પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કેવી રીતે કરવી તથા ધોરણ ૧૦ અને ૧૨ પછીના વિવિધ અભ્યાસક્રમોની માહિતી વિગતવાર આપવામાં આવી હતી. ઉપરાંત શિવમ હોસ્પિટલના એમ.ડી. ડો. પ્રહલાદ ઉઘરેજા દ્વારા વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અંગે પ્રાથમિક સારવારના તબક્કા, પ્રાથિમક સારવાર આપવાની પદ્ધતિઓ વગેરે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અંગેનું ડેમોસ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું.આ સેમીનારમાં પી.આઈ. પ્રકાશભાઈ દેકાવડિયા તથા અન્ય પોલીસ કર્મચારીઓ અને પોલીસ સ્ટુડન્ટ કેડેટ યોજના હેઠળના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.