મોરબી : જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા નવરાત્રી રાસ-ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં મોરબીના સાર્થક વિદ્યામંદિરે બાજી મારી હતી.પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબાની સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરની મંડળીઓએ જિલ્લા કક્ષામાં પ્રથમ નંબર મેળવીને રાજયકક્ષા માટે પસંદગી પામી છે. હવે આગામી દિવસોમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં બન્ને મંડળીઓ પોતાનું પર્ફોર્મન્સ આપશે.આ સ્પર્ધા માટે માર્ગદર્શક શિક્ષક - રવિરાજભાઈ પૈજા અને સહાયક શિક્ષકો પાવનભાઈ રામાનુજ, પલ્લવીબેન કણસાગરા, રક્ષાબા ઝાલા, રીતુબેન સારેસા, દિક્ષિતિભાઈ રાવલ, મયંકભાઇ રાધનપુરાતેમજ શૃંગાર માટે કણસાગરા પ્રિયાબેન, વડાવિયા હેમાંગીબેન વગેરેની ટીમ અને સાર્થક વિદ્યામંદિરના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.