અપક્ષ કરતા નોટામાં વધુ મત : માન્ય મતના 16.6 ટકા મત મળેવવામાં પક્ષ-અપક્ષ ઉમેદવારો નિષ્ફ્ળ રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકની મંગળવારે મતગણતરી બાદ માન્ય મતથી 16.6 ટકા મત એકપણ અપક્ષ ઉમેદવારને મળ્યા ન હોય ભાજપ અને કોંગ્રેસ સિવાયના તમામ સાત ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ કરવામાં આવશે.રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીના ૧૨,૬૦,૭૭૮ મતોની આજે ગણતરી કરવામાં આવી હતી. જેમાં ભાજપના પરશોત્તમભાઈ રૂપાલાને ૮,૫૦,૮૪૬, કોંગ્રેસના પરેશ ધાનાણીને ૩,૬૮,૯૬૪ મત મળ્યા હતા. અન્ય ઉમેદવારો ચમનભાઈ સવસાણીને ૧૦૩૫૬, અજાગિયા નીરલભાઈ અમૃતલાલને ૩૬૭૪, જીજ્ઞેશભાઈ મહાજનને ૧૩૨૨, ઝાલા નયન જે.ને ૨૩૨૧, પ્રકાશ ગોવિંદભાઈ સિંધવને ૨૩૫૫, ભાવેશ ઉપેન્દ્રભાઈ આચાર્યને ૨૮૦૬, ભાવેશભાઈ કાંતિલાલ પીપળીયાને ૨૮૪૬ મત મળ્યા હતા. જ્યારે નોટામાં ૧૫૨૮૮ મત પડ્યા હતા.ચૂંટણી પંચના નિયમો મુજબ, જો ઉમેદવાર કુલ માન્ય મતોના ઓછામાં ઓછા છઠ્ઠા ભાગના મત એટલે કે 16.6 ટકા મત મેળવવામાં નિષ્ફળ જાય, તો ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે અને જમા કરવામાં આવેલી રકમ સરકારની તિજોરીમાં જાય છે. લોકસભાની ચૂંટણી લડવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ. 25,000 અને SC, ST કેટેગરીના ઉમેદવારોએ રૂ.12,500 સિક્યોરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવ્યા હતા.રાજકોટ બેઠકમાં અપક્ષ ઉમેદવારોને નિયમ મુજબ 16.6 ટકા મત ન મળ્યા હોવાથી અન્ય તમામ સાત ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવા કાર્યવાહી કરવામાં આવશે.