વાઇબ્રન્ટ સમીટના પ્રારંભે કલેકટરની અધ્યક્ષતામાં ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો મોરબી : મોરબીમાં સીરામીક ઉધોગ માટે મહત્વના વાઇબ્રન્ટ સમીટનો પ્રારંભ થયો છે. આ વાઈબ્રન્ટ સમીટના પ્રારંભે કલેકટરની અધ્યક્ષતામાં ઓપન હાઉસ યોજાયું હતું. જેમાં આઇ સી વિભાગના ઉધોગ કમિશનર દ્વારા આ યોજના હેઠળ સીરામીક સાથે ફ્રોડ કરવામાં આવ્યું હોય એનું રીફન્ડ મળ્યું નથી. ઉધોગ વિભાગના અધિકારીઓની ઉદાસીનતાના કારણે ફ્રોડ થયેલા નાણા પરત મળતા નથી.મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, ઉધોગ માટેની યોજનામાં દસ મહિનાથી રિફંડ મળતું નથી ઉધોગકારોના નાણાં ફસાય ગયા છે. આ ઉપરાંત ઉધોગોમાં રોડ, રસ્તા, પાણી સહિતની સુવિધાઓ મળતી ન હોય ઉધોગોનો વિકાસ અટક્યો છે. આ ઓપન હાઉસમાં મોરબી સીરામીક એસો.ના મુકેશ કુંડારિયા, વિનોદ ભાંડજા, નિલેશ જેતપરીયા સહિતના દ્વારા જુદા જુદા સીરામીક ઉધોગના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં કોલગેસના દંડમા રાહત આપવા માટે એનજીટી કોર્ટના ચુકાદાને આધારે જે ઉધોગોએ કોલગેસ નિયમ મુજબ ચલાવ્યો હોય તેમને દંડમાથી રાહત આપવા યોગ્ય કરવુ જે જીપીબીએસ યોગ્ય નિકાલ કરે તેવી માંગ કરી છે.વધુમાં જે પણ ઉધોગો ઉધોગનિતી -૨૦૧૬-૧૭મા સ્કીમમા ગયેલ હોય તેમને જે પણ રકમ સ્કીમની હોય તે પેન્ડીગ રકમની ચુકવણી કરવી, જીએસટી કાયદામા ૬ મહિનાથી વધુ પેમેન્ટ બાકી હોય તેમને જીએસટી અને વ્યાજમા રાહત આપવી કારણ કે આવા પેમેન્ટ હાલમા થઇ ગયા હોય તેમા સરકારને કયાય ટેક્સની નુકશાની થતી નથી. તો આવા કેશોને ઓડીટમા દંડ ના થાય તે માટે યોગ્ય ઘટતુ કરવુ, ગુજરાત ગેસ દ્વારા ભાવવધારા માટે ૧ મહિનાનો સમય આપવો જેથી કરીને ઉધોગકારોને નુકશાની ના વેઠવી પડે અને જે ગેસમા સીવી આવે છે તે એક સરખી જ આપવી જેથી ઉધોગકારો ને નુકશાનીના આવે હાલમા સીવી વધે તો તેનો કોઇ ફાયદો થતો નથી પરંતુ ભાવ ગેસના વધી જાય છે તો તે એક સરખી જ રાખવી સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી સામે જે તે વિભાગના અધિકારીઓએ આ અંગે યોગ્ય કરવાની ખાતરી આપી હતી