માટેલ ગામની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી રીક્ષાચાલકને બે શખ્સોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માટેલ ગામે શીતળાધાર વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક દીપકભાઇ વાઘજીભાઇ છત્રોટીયાની પત્ની સાથે આગાઉ નજીકમાં જ રહેતા આરોપી શક્તિ ઉર્ફે સતિષ અશોકભાઈ ચૌહાણને ઝઘડો થયો હોય જેનું મનદુઃખ રાખી આરોપી અશોકભાઇ લાખાભાઇ ચૌહાણ સાથે મળી બન્ને શખ્સોએ દીપકભાઈને માર માર્યો હતો. વધુમાં માટેલ ગ્રામ પંચાયત પાસે થયેલ આ ઝઘડામાં બન્ને આરોપીઓએ સાથે મળી દીપકભાઈને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત લોખંડના પાઇપ મારી જમણા પગમાં ફેક્ચર કરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે આઇપીસી ક.૩૨૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જીપીએકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..