એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડનો દરોડો મોરબી : મોરબી શહેર અને જિલ્લામા સ્પાના રૂપકડા નામે કુટણખાના ધમધમી રહ્યા હોવાનું જગજાહેર છે ત્યારે મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે લાલપર નજીક આવેલ સિગ્નેચર વેલનેસ સ્પામાં દરોડો પાડતા અહીં દેહવ્યાપાર કરવામાં આવતો હોવાનું સામે આવતા સ્પા સંચાલક વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમી મળી હતી કે, લાલપર નજીક આવેલ આદ્યશક્તિ 2 કોમ્પ્લેક્સમા ત્રીજા માળે સિગ્નેચર વેલનેસ સ્પામાં મસાજના નામે બહારથી સ્ત્રીઓ બોલાવી દેહ વ્યાપાર કરવામાં આવી રહ્યો છે. જે બાતમીને આધારે દરોડો પાડતા આરોપી શાહરુખ યુનુસભાઈ મુલતાની ઉ.32 રહે.ક્રિષ્નાપાર્ક મોરબી વાળો અહીં સિગ્નેચર વેલનેસ સ્પામાં બહારથી સ્ત્રીઓ બોલાવી ગ્રાહકોને અનૈતિક શરીર સુખ માણવાની સગવડ પુરી પાડતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દરોડા દરમિયાન અહીંથી કોન્ડમના પેકેટ, રોકડા રૂપિયા 5100 તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપીયા 5 હજાર મળી કુલ 10,100નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ અન્વયે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.