મોરબીના એલ.ઇ.કિક્રેટ ગ્રાઉન્ડમાં જિલ્લાકક્ષાનું પ્રજાસત્તાક પર્વની ઉજવણી : કલેકટરના હસ્તે ધ્વજવંદન થયું : ચારેય તાલુકામાં તાલુકાકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી : ઠેરઠેર ધ્વજવંદન કરીને ત્રિરંગાને ગરિમાપૂર્વક સલામી અપાઈ મોરબી : મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને અનેરો દેશભકિતનો માહોલ છવાયો છે. જેમાં મોરબીના એલ.ઇ.કિક્રેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ચારેય તાલુકાઓમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વ ઉજવાયું હતું ઉપરાંત તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત, નગરપાલિકા ,તમામ સરકારી અર્ધ સરકારી કચેરીઓ. શાળા કોલેજો અને સંસ્થાઓમાં 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી અપાઈ હતી. મોરબી જિલ્લામાં આ વખતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબીના સામાકાંઠે આવેલા એલ.ઇ.કિક્રેટ ગ્રાઉન્ડમાં 26મી જાન્યુઆરી પ્રજાસતાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં જિલ્લા કલેકટર માંકડીયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. તમામ અધિકારીઓ હાજર રહીને ત્રિરંગાને સલામી આપી હતી. તેમજ પોલીસ અને હોમગાર્ડ સહિતના જવાનોની શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી. તેમેજ વિવિધ વિભાગોના ટેબલો રજૂ કરાયા હતા. આ તકે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભકિત અંગેના જુદા જુદા કાર્યકમો રજૂ કરીને સૌના મન મોહી લીધા હતા. જ્યારે મોરબી નગર પાલિકામાં પ્રમુખ કેતન વિલપરાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ તકે પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ તથા સદસ્યોએ ત્રિરંગાને સલામી આપી હતી. તેમજ જિલ્લાના બાકીના ચારેય તાલુકા ટંકારા, હળવદ, માળીયા, વાંકાનેરમાં તાલુકાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રાંત અધિકારીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ ઉપરાંત જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, વિવિધ એન.જી.ઓ. ઉદ્યોગો અને તમામ શાળા કોલેજો સહિતના સ્થળે 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન કરાયું હતું .જ્યારે શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન થયા બાદ સ્વતંત્રતા સેનાનીઓની શોર્યવિરતાને સાંસ્કૃતિક કાર્યક્રમો રૂપે રજૂ કરીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. એકંદરે મોરબી જિલ્લામાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને દેશભકિતનો જુવાળ ઉભો થયો હતો. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en