રોયલ પાર્કમાં દવાનો છંટકાવ કરાયો મોરબી : કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યભરમાં શાળા-કોલેજો, મોલ-મલ્ટીપ્લેક્સ, કોર્ટ, બેન્ક, નાની-મોટી દુકાનો સહિતના અનેક જાહેર સ્થળો બંધ છે. ખાનગી અને સરકારી સાહસોમાં કર્મચારીઓને રજા આપવામાં આવી છે. ત્યારે પોલીસ, મેડિકલ તથા મીડિયાના કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે મોરબીમાં જાગૃત નાગરિક મેહુલભાઈ રાચ્છ એ ઘરેથી ચા બનાવી શહેરમાં ફરી ફરજ નિભાવી રહેલા પોલીસ કર્મી, ટ્રાફિક વોર્ડન જવાન તથા ડોક્ટરઓને ચા પહોંચાડી હતી. તેમજ તેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, મોરબીના નવલખી રોડ પર કુબેર નગર-૩ પાસે આવેલ રોયલ પાર્કના સ્થાનિકોએ કોરોનાના પગલે સોસાયટીમાં દવાનો છટકાવ કર્યો હતો. તેમજ સોસાયટીને જંતુમુક્ત કરવામાં આવી હતી. જેથી, કોરોના સામે રક્ષણ મેળવી શકાય.