સ્ટ્રીટ રમતો સાથે ઝુમ્બા, ઈલેક્ટ્રો ગરબા, યોગા, લાઈવ ડીજે, સેલ્ફી ઝોનનું આયોજન મોરબી : લોકો બાળપણમાં રમેલી રમતોને બહુ યાદ કરતા હોય છે. ફરી એકવાર એ રમતોની યાદો તાજી કરવાનો મોકો રોટરી કલબ ઓફ મોરબી અને ઈન્ટરેક્ટ ક્લબ ઓફ મોરબી એ લોકોને આપ્યો છે. ધમાલ ગલી કાર્યક્રમમાં સ્ટ્રીટ રમતો સાથે ઝુમ્બા, ઈલેક્ટ્રો ગરબા, યોગા, લાઈવ ડીજે, સેલ્ફી ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે. રોટરી કલબ ઓફ મોરબી અને ઈન્ટરેક્ટ ક્લબ ઓફ મોરબી આયોજિત રોટરી ધમાલ ગલીમાં લંગડી,દોડ-દોરડા કુદ,આંધળો પાટો,વર્તુળનો રાજા,કોથળા દોડ,ધમાલિયો ધોકો,થાકલા દાવ,કેટલા રે કેટલા,નાળિયેર ફેંક,મલ કુસ્તી,ચિતા ચાલ,બતક ચાલ,ડબ્બા દાવ,ભમરડો,લખોટી,સાપ સીડી જેવી સ્ટ્રીટ રમતો સાથે ઝુમ્બા,ઈલેક્ટ્રો ગરબા,યોગા,લાઈવ ડીજે,સેલ્ફી ઝોન વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઈપણ જાતની વય મર્યાદા રાખવામાં આવી નથી.રોટરીની આ ધમાલ ગલીમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કોઈપણ ઉંમરના વ્યક્તિ કોઈપણ રમતમાં ભાગ લઇ શકે છે.આ રમતોમાં ભાગ લેવા રેજીસ્ટ્રેશનની જરૂરિયાત નથી.લોકો માટે મુક્ત પ્રવેશ રાખવામાં આવ્યો છે. રોટરી ધમાલ ગલીનું આયોજન તા.26ને રવિવારના રોજ જી.આઈ.ડી.સી.મેઈન રોડ,શનાળા રોડ મોરબી ખાતે સવારે 7:30થી શરુ થશે. વધુ વિગત માટે હુઝૈફા લાકડાવાલાના મો.નં. 98795 72762 પર સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..