તા. 4થી રાબેતા મુજબ હરરાજીનું કામકાજ શરૂ કરાશે મોરબી :માર્ચ મહિનામાં નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી મોરબી માર્કેટયાર્ડમાં માર્ચના એન્ડીંગમાં વેપારીઓને હિસાબ કરવાના હોવાથી અનાજ વિભાગમાં આગામી તા.26 થી 3/4 સુધી રજા જાહેર કરવામાં આવી છે.તેથી માલની આવક તથા હરરાજીનું કામકાજ બંધ રહેશે.તા.4/4ને સોમવારના રોજ રાબેતા મુજબ હરરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે. માર્ચના એન્ડીંગમાં વેપારીઓને હિસાબ કરવાના હોવાથી તા.26/3 થી તા.3/4 સુધી અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવે છે. તેથી માલની આવક તથા હરરાજીનું કામકાજ બંધ રહેશે.તા. 25ને શુક્રવારના રોજ સવારના 10 કલાક સુધી જ માલની ઉતરાઇ કરવા દેવામાં આવશે.તા.26ને શનિવારના રોજ પેન્ડીંગ માલની હરરાજી કરવામાં આવશે.તા.3/4ને રવિવારના રોજ બપોરના 3 કલાકથી માલની ઉત્તરાઇ કરવા દેવામાં આવશે.તા.4/4ને સોમવારના રોજ રાબેતા મુજબ હરરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે. તેમ મોરબી માર્કેટયાર્ડમાં દ્વારા યાદીમાં એજન્ટ ભાઇઓ,વેપારી ભાઇઓ તથા ખેડૂત ભાઇઓને જાણ કરવામાં આવેલ છે.