યંગ ઇન્ડિયા ગ્રુપ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંકલનથી પુસ્તકની રચના માળીયા (મી.) : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા માળીયા તાલુકાની તમામ શાળાઓમાં ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન આધારિત રાષ્ટ્રપુરુષ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. માળીયા તાલુકાની તમામ શાળામા યંગ ઇન્ડિયા ગ્રુપ-મોરબી તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - મોરબીના સંકલનથી માળીયા તાલુકાના અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ દ્વારા જૂના દેવગઢ પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ ચાવડાને ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન કવન પર આધારિત પુસ્તક અર્પણ કરવામા આવ્યું હતું. ત્યારે મોરબી જિલ્લાની તમામ શાળાઓની સાથે સાથે માળીયા તાલુકાની તમામ શાળાઓને પુસ્તક અર્પણ કરવામાં આવેલ હતું.