માળીયા (મી.) : આજે તા. ૨૮ના રોજ પ્રથમ રાષ્ટ્રીય રમકડા મેળા અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાનાં પૂર્વ પ્રાથમિક વિભાગનાં ટોય ફેરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ઓનલાઇન - ડીજીટલ ટોય કેટેગરીમાં માળિયા તાલુકાનાં શિક્ષક બેચરભાઈએ રજુ કરેલ કૃતિ કાલ્પનિક દુનિયાને રાજ્ય કક્ષાનાં ટોય ફેર માટે પસંદ કરવામાં આવી છે. બેચરભાઈએ શિક્ષણમાં ICT નો ઉપયોગ અંતર્ગત AR ટેક્નોલોજી આધારિત પોતાનું પ્રેઝન્ટેશન રજુ કર્યુ હતુ. જેને મૂલ્યાંકન સમિતિ દ્રારા રાજ્ય કક્ષા માટે પસંદ કરવામાં આવ્યુ છે. આ તકે માળિયા તાલુકાનાં TPEO, BRC, CRC તેમજ સંઘનાં પ્રમુખ અને મહામંત્રી વગેરે દ્રારા શુભકામના પાઠવવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમનું ઓનલાઇન આયોજન, સંચાલન અને મૂલ્યાંકન DIET રાજકોટની ટીમ દ્રારા કરવામાં આવ્યુ હતું.