મોરબી : મોરબીના નાની વાવડી ગામે ભૂમિ ટાવરમાં આવેલ આશુતોષ મહાદેવ મંદીરે આજે મહાશિવરાત્રીના પાવન પર્વે સાંજની મહાઆરતી થઈ રહી હતી. ત્યારે મંદિરના પટાંગણમાં નાગદેવતાએ દર્શન દીધા હતા. આ વેળાએ પુજારીએ નાગ દેવતાની આરતી ઉતારી હતી. ઉપરાંત ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.