મોરબી નગર પાલિકામાં સખળ-ડખળ વચ્ચે ત્રણ વોર્ડમાં ઉમેદવારો બદલ્યા : માજી પ્રમુખ લલિત કામરિયાની બાદબાકી : પ્રભુભાઈ ભૂત હવે વોર્ડ નંબર આઠમાંથી લડશે મોરબી : મોરબી નગરપાલિકાના ઉમેદવારો માટે ગઈકાલે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં અંતે ફેરફાર કરાયો છે, મોરબી નગરપાલિકાના માજી પ્રમુખ અને કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કેતન વિલપરાની બાદબાકી થઈ જતા રાતભર દોડધામ બાદ અંતે કેતન વિલપરાને વોર્ડ નંબર 10માં લડાવવા ટિકિટ આપવામાં આવી છે તો માજી પ્રમુખ લલિત કમરિયાની કન્ફ્રર્મ ટિકિટ રદ થઈ જવા પામી છે આ ઉપરાંત પણ અન્ય વોર્ડમાં ફેરફાર કરાયા છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રદેશ સાથે પરામર્શ બાદ મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 5,8 તથા 10ના ઉમેદવારોમાં ફેરફાર કરાયો છે.જે અન્વયે વોર્ડ નંબર પાંચમા સંદીપભાઈ દફતરીના સ્થાને માજી પાલિકા પ્રમુખના પુત્ર કમલભાઈ રતિલાલ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે.એ જ રીતે વોર્ડ નંબર 8 માં માજી પાલિકા પ્રમુખ લલિતભાઈ કામરિયાના સ્થાને વોર્ડ નંબર 10માંથી પ્રભુભાઈ ભૂતને લડાવવા નક્કી કરાયું છે. અન્ય ફેરફારમાં વોર્ડ નંબર 10માં માજી પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરાને ટિકિટ આપવામાં આવી છે,અને વોર્ડ નંબર 10માં આખી પેનલમાં ફેરફાર કરી પ્રભાબેન કાનજીભાઈ ડાભીને બદલે નરેન્દ્રભાઈ પરમાર જ્યોત્સનાબેન અમિતકુમાર બુદ્ધદેવને બદલે મેઘાબેન દીપકભાઈ પોપટ, ચતુરભાઈ કરમશીભાઇ દેત્રોજાના બદલે તેમના પત્ની શીતલબેન અને પ્રભુલાલ અમરશીભાઇ ભૂતને વોર્ડ નંબર 8 માં સમાવી લઈ તેમના સ્થાને કેતનભાઈ વિલપરાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે ફેરફાર બાદ વોર્ડ નંબર 5,8 અને 10ની પેનલ નીચે મુજબ છે. વોર્ડ નંબર-5 1 સીતાબા અનોપસિંહ જાડેજા 2 દર્શનાબેન નલિનકુમાર ભટ્ટ 3 કમલભાઈ રતિલાલ દેસાઈ 4 કેતનભાઈ સુરેશભાઈ રાણપરા વોર્ડ નંબર-8 1 ક્રિષ્નાબેન નવનીતભાઈ દસાડીયા 2 મંજુલાબેન અમૃતલાલ દેત્રોજા 3 પ્રભુભાઈ અમરશીભાઇ ભૂત 4 દિનેશભાઇ કૈલા વોર્ડ નંબર-10 1 નરેન્દ્રભાઇ પરમાર 2 મેઘાબેન દીપકભાઈ પોપટ 3 શીતલબેન ચતુરભાઈ દેત્રોજા 4 કેતનભાઈ અમૃતલાલ વિલપરા