વાંકાનેર : યુવા અને સાંસ્કૃતિક વિભાગ મોરબી દ્વારા આયોજિત યુવક મહોત્સવ-2024માં વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિવિધ રમતોમાં નંબર મેળવ્યો છે.શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની બહેનોએ મોરબી જિલ્લા કક્ષાના યુવક મહોત્સવમાં સાર્થક વિદ્યામંદિર ખાતે 18 ઓગસ્ટના રોજ લોકકૃત્યમાં ભાગ લીધો હતો. જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં તેમનો દ્વિતીય નંબર આવ્યો છે. તેમજ એકપાત્રિય અભિનયમાં પણ બીજો નંબર શાળાની વિદ્યાર્થિની બ્લોચ અરીનાએ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત લોકગીત અને નિબંધ સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તે બદલ શાળાના આચાર્ય દર્શનાબેન જાની તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થિનીઓને શુભકામનાઓ પાઠવી હતી. શાળાની તમામ વિદ્યાર્થિની બહેનોને માર્ગદર્શન સેજલબેન ચુડાસમા અને શિક્ષકોએ પૂરું પાડ્યું હતું. તમામ તાલુકામાં પ્રથમ આવેલા સ્પર્ધકોને જિલ્લાના તેમના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે પણ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.