ટંકારા : ટંકારા પોલીસ દ્વારા ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 13ના રોજ ટંકારા પોલીસને મળેલ બાતમીના આધારે આરોપી પોપટભાઇ પારૂભાઈ મોહનીયા (ઉ.વ. 20, રહે. સજોઈ, તા. ધાનપુર, જી. દાહોદ) તથા ભોગ બનનારને ઘુનડા (સજ્જનપર) ગામેથી શોધી કાઢવામાં આવ્યા છે. આરોપી પોપટભાઈ ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો હતો. આ બનાવમાં ટંકારા પોલીસ દ્વારા આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.