સામાપક્ષે જેઠે પણ પરણિતા વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના લગધીરપુર ગામે ભયુભાગની જમીનમાં ભેંસ ચરાવવા મામલે સગા જેઠે મહિલાને લાકડી ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સામે પક્ષે જેઠે પણ વહુએ પોતાની વાડીમાં વાવેલી જારમાં ભેંસ કાઢવાનું કહેતા લાકડી મારી લીધાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ ભાવનાબેન ગોવિંદભાઇ ખાણધર લગધીરપુર ગામે પોતાની ભાયુભાગમાં આવેલી જમીન પાસેના ખરાબામાં ભેંસ ચરાવતા હતા ત્યારે આરોપી જેઠ દેવરાજભાઇ મેરાભાઇ ખાણધર (રહે. લગધીરપુર ગામ)ને સારું નહિ લાગતા ભાવનાબેનને ગાળો બોલી શરીરે લાકડી વતી મુંઢ માર મારી હવે જો ભેસો ચારવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ભાવનાબેને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી જેઠ દેવરાજભાઈની અટકાયત કરી હતી. સામાપક્ષે દેવરાજભાઈ મેરાભાઈ ખાણધર (રહે.લગધીરપુર)એ પણ પોતાના નાનાભાઈના પત્ની ભાવનાબેન ગોવિંદભાઇ ખાણધર વિરુદ્ધ પોતાની જમીનમાં વાવેલી જુવારમાં ભેંસ આવી જતા બહાર કાઢવાનું કહેતા લાકડી ફટકારી ગળા, વાસાના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે આરોપી મહિલા ભાવનાબેન વિરુદ્ધ પણ આઈપીસી કલમો મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભાવનાબેનની અટકાયત કરવા કાર્યવાહી શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..