મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને કોરોના સામેની લડતમાં આર્થિક સહયોગ આપવાની હાકલ કરવામાં આવી છે. જેના અનુસંધાને મોરબી સીરામીક એસોસિએશન દ્વારા પણ સીરામીક ઉદ્યોગકારોને પોતાનું આર્થિક યોગદાન આપવા અપીલ કરી છે. ત્યારે અનેક સીરામીક ઉદ્યોગકારોએ દાનની સરવાણી વહાવીને અનુદાનની રકમનો આંક કરોડોને પાર પહોંચાડ્યો છે. જેમાં મોરબીના મેટ્રો ગ્રુપના માલિક દિલીપભાઇ પટેલ તથા શેખરભાઈ પટેલ દ્વારા સરકારના રાહત ફંડમાં કુલ રૂ. 5,55,555નું આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે. જેના દ્વારા કોરોના સામેની લડતમાં મેટ્રો ગ્રુપે પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવ્યો છે.