ટંકારા : ટંકારાના સરખપર ગામે મેલડી માતાજીના મંદિર પાસે નદીમાં ઘોડાપુર આવવાના કારણે પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હોય ત્યાં બે લોકો ફસાયા હોવાનું જાણવા મળે છે. આ અંગે જાણ થતા તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સ્ટાફ તેમજ તલાટી મંત્રી સહિતના ઘટને સ્થળે દોડી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી આ બન્ને વ્યક્તિને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ પાણીના ભારે પ્રવાહના કારણે આ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. જેથી મોરબીથી NDRFની ટીમને બોલાવવામાં આવી છે. આ ટિમ દ્વારા બન્ને વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવશે.