ટંકારા : હાલ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ટંકારા પોલીસ દ્વારા બે અસામાજિક તત્વોએ ગેરકાયદે ખડકેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન મુજબ ટંકારા વિસ્તારમાં અવાર નવાર ગુના કરવાની ટેવ વાળા માથાભારે શખ્સો હાજીશા ઉર્ફે મુન્નો આંતક હુશેનશા શેખ રહે. ટંકારા કલ્યાણપર રોડ તથા રજાક ઉર્ફે કલૂ હાસન ભાઈ મકવાણા રહે.ટંકારાવાળા એ કરેલ ગેરકાયદેસર દબાણ નગરપાલિકા ટંકારા તથા ટંકારા પોલીસ સ્ટાફ દ્વારા દુર કરવાની કામગીરી કરવામાં આવી છે.