ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામે ઉપસરપંચ પદ ખાલી પડતા આજ રોજ સરપંચ રમેશભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયતના તમામ સદસ્યોની હાજરીમાં પંચાયત સભ્ય તરીકે કાર્યરત સુરેશભાઈ રામજીભાઈ મેરજાની ઉપસરપંચ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. ત્યારે આ દરમ્યાન સુરેશભાઈને સરપંચ ગ્રામ પંચાયત સભ્યો તથા ગ્રામજનો દ્વારા શુભેચ્છા પાઠવવામા આવી હતી. સાથે જ આજે નસીતપર ગામે તિરંગા યાત્રા / પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા / પરેડમાં ગ્રામપંચાયતના સરપંચ રમેશભાઈ કુંડારીયા, ઉપસરપંચ, પંચાયતના સદસ્યો તથા ગ્રામજનો જોડાયાં હતાં.