ટંકારા : ટંકારાના વિરપર ગામે સદગત પુત્રની સ્મૃતિમાં તેના પિતા દ્વારા બાલવાટિકા અને પક્ષીઘરનું નિર્માણ કરી ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.ટંકારા તાલુકાના વીરપર ગામે સ્વ. પરેશભાઈ પ્રભુભાઈની સ્મૃતિમાં તેમના પિતાશ્રી પ્રભુભાઈ જીવરાજભાઈ લિખિયા દ્વારા નિર્મિત બાલવાટિકા અને પક્ષીઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વેળાએ ગામના સરપંચ મહેશભાઈ લિખિયા, ઉપસરપંચ સભ્યો અને પરિવારજનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.