ટંકારા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઇટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપર ગામે શેરીમાં બાઈક ધીમું ચલાવવા બાબતે ઠપકો આપતા નજીવી બાબતે બે પરિવારો બાખડી પડતા ટંકારા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ સજન્નપર ગામે રહેતા દિલીપભાઈ અમરશીભાઈ જાદવે ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે તેમનો દીકરો દીપ બાઈક લઈને નીકળતા આરોપી વિપુલ પ્રવીણભાઈ જાદવ, ભગો પ્રવીણભાઈ જાદવ અને સુનિતાબેન પ્રવીણભાઈ જાદવે શેરીમાંથી બાઈક લઈને નીકળતો નહિ કરી માર મારી ફરિયાદીને ઘેર આવી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.સામાપક્ષે ફરિયાદી વિપુલભાઈ પ્રવીણભાઈ જાદવે આરોપી ઉષાબેન દિલીપભાઈ જાદવ, ઉષાબેનના સાસુ શાંતાબેન અને દિલીપભાઈ અમરશીભાઈ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપીના પુત્ર દીપને બાઈક ધીમું ચલાવવા કહેતા ઉષાબેને ફરિયાદીને ઝાપટ મારી હતી અને અન્યોએ ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ ટંકારા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.