સરપંચ પોતાની ઘરની ધોરાજી ચલાવી તેમના અંગત વ્યક્તિને લાભ આપતા જ કામો કરતા હોવાની ડીડીઓને રાવમોરબી : ટંકારાના સજ્જનપર ગામે વિકાસના કામોમાં સરપંચ ઘરની ધોરાજી ચલાવી પોતાના અંગત વ્યક્તિને જ લાભ થતા હોય એવા કામો કરતા હોવાના ગંભીર આક્ષેપ સાથે સભ્યો મેદાને આવ્યા છે. અને સરપંચ પર હોદાનો દૂર ઉપયોગ કર્યાના આરોપ સાથે સભ્યોએ ડીડીઓને રજુઆત કરી છે.ટંકારાના સજ્જનપર ગ્રામ પંચાયતના ભૂત ભાવેશભાઈ હરજીવનભાઈ, સંગીતાબેન કરોતરા પ્રભાબેન રમેશભાઈ ગોરિયા, નેહાબેન હર્ષદભાઈ મકવાણાએ આજે ડીડીઓને આવેદન આપીને જણાવ્યું હતું કે, હાલમાં સજ્જનપર ગામેં જે કઈ વિકાસના કામો થતા હોય એમાં સરપંચ પોતાની મન મરજી ચલાવીને તેમના કોઈ અંગત વ્યક્તિને લાભ મળે તેવા જ કામો કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ જેનાથી નારાજ થઈને ગ્રામજનો અલગ અલગ તંત્રને અરજી આપે છે. જેની સામે સરપંચ ગ્રામ પંચાયત જ આ કામ કરતી હોવાનું કહીને ઉઠા ભણાવે છે. તેમજ ગ્રામજનોની અરજીમાં તેઓ આ કામોનો દોષનો ટોપલો સભ્યો પર ઢોળતા હોવાથી સભ્યોએ ડીડીઓને કરેલી રજુઆતમાં ગામ જે કઈ કામો થતા હોય એની તેઓને જાણ ન હોય અને સરપંચ જવાબદાર હોવાનો ખુલાસો કર્યો છે.