કુટુંબીજનની જમીન ખરીદનાર માથાભારે ઈસમે અહીંથી કોને ચાલવું છે તેમ કહી હુમલો કર્યોટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે ખેતરના હલણના પ્રશ્ને માથાભારે શખ્શે 15 શખ્સો સાથે મળી બાજુમાં જ જમીન ધરાવતા એક જ પરિવારના 4 સભ્યો ઉપર ધોકા-પાઇપ વડે હુંમલો કરી ઈજાઓ પહોંચાડતા ઇજાગ્રસ્તોને પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા નરભેરામભાઇ છગનભાઇ ઘોડાસરા, નિકુંજભાઈ નરભેરામભાઇ ઘોડાસરા, કાનજીભાઈ છગનભાઇ ઘોડાસરા અને વિશાલભાઈ કાનજીભાઈ ઘોડાસરાને આરોપી રોહિતભાઈ ભરવાડ નામના શખ્સે અન્ય અજાણ્યા 15 જેટલા શખ્સો સાથે એક સંપ કરી ખેતરના હલણના પ્રશ્ને ધોકા-પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા ચારેય ઇજાગ્રસ્તોને પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે, વધુમાં આરોપી રોહિતે ઇજાગ્રસ્તોનાં કુટુંબીજનની જમીન વેચાતી લીધા બાદ રસ્તે ચાલવાની માથાકૂટ કરતો હોવાનું અને આરોપી ટંકારા તાલુકાના ગામનો સરપંચ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.હાલમાં બનાવ અંગે ટંકારા પોલીસે એમએલસી નોંધી છે અને વધુ તપાસ આઈ.ટી.જામ ચલાવી રહ્યા છે.