ટંકારાઃ બિપોરજોય વાવાઝોડાને લઈને ટંકારા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા જુદા જુદા વિસ્તારોમાં કાચા મકાનો અને ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડામાં કાચા મકાનો અને ઝુંપડપટ્ટી વિસ્તારોમાં જાનહાનિ થવાનો અને નુકસાની થવાનો ભય રહેતો હોય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ટંકારાના અલગ અલગ વિસ્તારમાં આવેલા કાચા મકાનો અને ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત રહેણાંક સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.