ટંકારા : ટંકારા મામલતદાર કચેરી ખાતે કોરોના વાઈરસને પગલે કંટોલ રૂમ શરૂ કરી દેવા મા આવ્યો છે જેમા મોરબી પ્રાત અધિકારી ખાચરની ઇનસીડન્સ કમાન્ડર તરીકે નિમણૂંક થઈ હોય આજે અધિકારી દ્વારા લોક ડાઉનને પગલે લોકોની સમસ્યા હલ કરવા અને તાબાની કચેરી સાથે માહીતી આપલે કરવા 14 એપ્રિલ સુધી દરરોજના નવ કર્મચારીના ઓડર કરવામાં આવ્યા છે જે કંટોલરૂમ પર 24 કલાક કાર્યરત રહશે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનને પગલે લોકો સાથે તંત્ર સતત સંપર્ક રાખી કામ કરી રહી છે ત્યારે લોકોએ પણ આદેશનુ પાલન કરવું જોઈએ. અને કોઈ સમસ્યા હોય તો તંત્રનો સંપર્ક કરવો જોઈએ.