ટંકારાઃ આજે 3 જૂન એટલે કે વિશ્વ સાઇકલ દિવસ. આજે પર્યાવરણને નુકસાન કરતાં ઈંધણથી ચાલતાં મોંઘાદાટ વાહનોની બોલબાલા છે પરંતુ એક જમાનો હતો જ્યારે સાઇકલ જ માનવી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવા માટેનું સાધન હતું. સાઇકલ પર્યાવરણને નુકસાન પણ નથી કરતી અને શારીરિક સમસ્યાઓને પણ દુર કરે છે ત્યારે ટંકારાનો સાઇકલને લઈને એક અનોખો અને રોચક ઈતિહાસ છે. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ પણ જ્યારે ટંકારા આવતા ત્યારે ભાડે સાઇકલ કરી જનસંઘનો પ્રચાર કરવા નીકળી પડતાં. એક જમાનો હતો જ્યારે ટંકારામાં એક આનામાં અડધો કલાક સાઇકલ ભાડે મળતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ પણ ટંકારા આવતા ત્યારે સાઇકલ ભાડે રાખી ગામડાઓમાં જનસંઘનો પ્રચાર કરવા જતાં. લોકો પણ 50 કિલોમીટર સુધીની મુસાફરી સાઇકલ મારફતે કરતાં. જેના માટે ટંકારામાં ધનાઢ્ય પરિવારના સભ્યો પાસે સાઇકલ ઉછીની લેવા માટે લાઈનો લાગતી. ટંકારામાં સાઇકલની અનેક દુકાનો આવેલી હતી જેવી કે, પર્યાવરણ અને શારીરિક સમસ્યાનું સચોટ સમાધાન એટલે સાયકલ ટંકારાનો રોચક દ્રિચક્રીનો ઈતિહાસ અતિતની ગર્તામાં ગરકાવ કરી જાય છે. હકુભાઈ સાઇકલવાળા જેઓનું સાચુ નામ અમૃતલાલ મોહનલાલ જાની આર્ય ડેરીની બાજુમાં દુકાન, નાનુભાઈ મહેતાની દરગાહ પાસે દુકાન, મોહનભાઈ ખત્રીની ચોકમાં દુકાન, સુલુભાઈ જોબનપુત્રાની જૈન દેરાસર સામે દુકાન, યાસમિન સાયકલ માતમ ચોકમાં દુકાન, રમણિકભાઈ વાણીયા વાંકાનેર વાળાની દુકાન, દલુભાઈ અને જેન્તીભાઈ પારેખ બન્ને ભાઈની કુબેર સાઇકલ માર્ટ દયાનંદ સરસ્વતી ચોક ખાતે દુકાન અને આજના આધુનિક યુગમાં પણ સાઇકલે એનું સ્થાન જાળવી રાખ્યું છે. જેમાં નટુભાઈ નારાયણ સાઇકલ વાળા, લાલાભાઈ ધરમશીભાઈ દુબરીયા, કમલેશ પરસોત્તમભાઈ ગૌસ્વામી સહિતના આજે પણ ટંકારામા રીપેરીંગ અને વેચાણ દુકાન ધરાવે છે.