હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામમાં ફોન ચાર્જિંગમાં મૂકતી વખતે કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. સુંદરગઢ ગામની સીમ રણછોડભાઇ નરશીભાઇ પરમારની બંધારકી નામે ઓળખાતી વાડીએ રહેતા અને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં સોંડવાજી તાલુકાના કંથારી ગામમાં રહેતા કરમસિંગ રેશ્માભાઇ કલેશ (ઉ.વ. 30)ને ગઈકાલે મોબાઇલ ફોન ચાર્જીંગમાં રાખતી વખતે આકસ્મીક રીતે વિજ શોર્ટ લાગતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો... https://t.me/morbiupdate