ખર્ચ બાદ કરતા આશરે રૂ. ૬.૨૫ લાખ જેટલી રકમ ગૌસેવા માટે વપરાશે મોરબી : મોરબીમાં એવન્યુ પાર્ક ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. ગૌસેવાના લાભાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહમા રૂ. ૮.૫ લાખ જેટલી માતબર રકમ એકત્રિત કરવામાં આવી છે. મોરબીના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક સોસાયટી ખાતે એવન્યુ પાર્ક મહિલા મંડળ દ્વારા ગત તા. ૨૭-૧૨ થી ૨-૧ દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ ગૌસેવાના લાભાર્થે આયોજન કરવામા આવ્યુ હતુ. ભાગવતાચાર્ય સુહાગભાઈ દવેના વ્યાસાસને યોજાયેલ ભાગવત સપ્તાહમા વિવિધ ધાર્મિક ઉત્સવો ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવા મા આવ્યા હતા. ગૌસેવાના લાભાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહમા રૂ. ૮.૫ લાખ જેટલી માતબર રકમ એકત્રિત થઈ હતી. જેમાંથી ખર્ચ બાદ કરતા આશરે ૬.૨૫ લાખ જેટલી રકમ ગૌસેવાના ઉપયોગમા લેવામા આવશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહને સફળ બનાવવા મીતાબેન જોશી, રમાબેન કોઠીયા, ગીતાબેન કૈલા, રિયાબેન ગ્વાલાણી, હેતલબેન જોશી, અનિતાબેન હીરાણી, ઝરણાબેન પંડ્યા, હેમાલીબેન રાચ્છ, જાગૃતિબેન કૈલા, શારદાબેન બારૈયા, હસુભાઈ ચંડીભમર, માવજીભાઈ બરાસરા, રમણીકભાઈ ચંડીભમર, દેવેન્દ્રભાઈ હિરાણી, પ્રવિણભાઈ સેતા, ભરતભાઈ ગ્વાલાણી, વિનુભાઈ કાથરાણી સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી. શ્રીમદ્ ભાગવત સપ્તાહના સફળ આયોજન બદલ સોસાયટીના તમામ રહીશો તેમજ સહયોગીઓ, રોકડીયા હનુમાન મંદિરના મહંત તથા બજરંગ ધૂન મંડળના આયોજકોએ અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો હતો. તેમ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..