પંદર દિવસથી રિસામણે ગયેલી પુત્રવધુના ભાઈએ પતાવી દેવાની ધમકી આપતા ફરિયાદમોરબી : મોરબીના શક્ત શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા આધેડ મહિલાના પુત્રવધુ રિસામણે ગયા બાદ તેણીના ભાઈએ સાસરીમાં આવી આધેડ મહિલાને ગાળો આપી મારી બહેનને કેમ ત્રાસ આપી હેરાન કરો છો કહી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શક્ત શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા નંદુબેન છગનભાઇ સોલંકી ઉ.55 નામના મહિલાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,તેમના પુત્રવધુ પંદરેક દિવસથી રિસામણે ગયા હોય તેમના ભાઈ આરોપી લાલિતભાઈ ખેંગારભાઈ ઉભડિયા રહે.ભડિયાદ વાળાએ ગત તા.13ના રોજ નંદુબેનના ઘેર આવી ઝઘડો કર્યો હતો.આરોપી લાલિતભાઈએ નંદુબેનને કહ્યું હતું કે, તેઓ કેમ તેમના બહેનને ત્રાસ આપી હેરાન કરે છે. બાદમાં આરોપીએ નંદુબેનને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.