પોલીસે દેશી દારૂના સાધનો સાથે બુટલેગરને ઝડપી લીધો વાંકાનેર : વાંકાનેર પોલીસે ગઈકાલે બાતમીના આધારે સરતાનપર ગામે મકાનમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીને ઝડપી લીધી હતી અને પોલીસે દેશી દારૂના સાધનો સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે સરતાનપર ગામે રામજી મંદીરની પાછળની શેરીમાં આરોપીના રહેણાક મકાને ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર તવાઈ ઉતારી સ્થળ પરથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી ગરમ આથો લીટર-૭ કી.રૂ.૧૪ તથા ઠંડો આથો લીટર-૨૦૦ કી.રૂ.૪૦૦ તથા ગરમ દારૂ લીટર-૧૦ કી.રૂ.ર૦૦ તથા ઠંડો દેશી દારૂ લીટર ૪૦ કી.રૂ.૮૦૦ તથા દેશી દારૂ ગાળવાના ભઠ્ઠીના સાધનો મળી રૂ.ર૦૩૦ મળી કુલ મુદામાલ કી.રૂ.૩૪૪૪ મુદામાલ સાથે આરોપી નવઘણ ગોંવીદભાઇ સરાવાડીયા (ઉ.વ-૩ર ધંધો-મજુરી રહે-સરતાનપર, રામજીમંદીર પાછળની શેરી તા-વાંકાનેર જી-મોરબી)ને ઝડપી લીધો હતો.